આપણું ગુજરાત

અમદાવાદીઓને ડબલ સિઝન નડી: કમળાના ૧૯૦ નવા કેસ નોંધાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ઝાડા-ઊલટી, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગચાળાએ માઝા મૂકી છે. ચાલુ વર્ષના પ્રથમ પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળા ઉપરાંત જીવલેણ માનવામાં આવતા ડેન્ગયૂના કેસ પણ સતત વધી રહ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ઝાડા-ઊલટી અને કોલેરાના કેસ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ૧૮ દિવસમાં ઝાડા-ઊલટીના ૩૧ર, કોલેરાના ત્રણ, કમળાના ૭૯ અને ટાઈફોઈડના ૧પ૦ નવા કેસ નોંધાયા છે. ફેબ્રુઆરી મહિનામાં દાણીલીમડા, અમરાઈવાડી, રામોલ-હાથીજણમાં કોલેરાના એક-એક કેસ ક્ધફર્મ થયા છે. આમ ર૦ર૪માં કોલેરાના ૧૦ કેસ નોંધાયા છે. ર૦ર૩માં કોલેરાના કુલ ૯પ કેસ હતા, જયારે ર૦રરમાં ૩પ કેસ હતાં. શહેરમાં કોલેરા અને ઝાડા-ઊલટીની સાથે સાથે ટાઈફોઈડ અને કમળાએ આતંક મચાવ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન કમળાના ૧૯૦ અને ટાઈફોઈડના ૩પ૩ કેસ નોંધાયા છે. સામાન્ય રીતે ગરમી અને ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધતા હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં પણ કોલેરા અને કમળાના કેસ વધી રહ્યા છે તે બાબત ચિંતાનો વિષય બન્યો છે. શહેરમાં ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ડેન્ગ્યૂના ર૪ કેસ ક્ધફર્મ થયા છે. શહેરના પૂર્વ ઝોનમાં ર૦ અને દક્ષિણ ઝોનમાં ર૯ કેસ ક્ધફર્મ થયા છે. દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ૧૩, લાંભા-૦૬, વટવા-૦૪ કેસ નોંધાયા છે, જયારે પૂર્વ ઝોનના અમરાઈવાડી, વિરાટનગર અને રામોલ-હાથીજણમાં ૪-૪ કેસ ક્ધફર્મ થયા છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!