Ahmedabad: એક જ સ્ટેશનમાં બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા; બનશે વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર…
અમદાવાદ: અમદાવાદનું સૌથી વ્યસ્ત રહેતા કાલુપુર તેમજ સાબરમતી રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. તેની રેલવે ડીઆરએમએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાલપુર રેલવે સ્ટેશનમાં વિવિધ સુવિધા સાથે વિશ્વસ્તરીય બનાવવા માટે યાત્રિકોને વિવિધ સુવિધાઓ સાથે કાલુપુર રેલવે સ્ટેશનને બુલેટ, મેટ્રો અને ભારતીય રેલવે એમ ત્રણેય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે 2,384 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Maha Kumbh 2025: ગુજરાતમાંથી કુંભમેળામાં સ્નાન કરવા જવું છે? જોઈ લો ટ્રેનનું લિસ્ટ
વર્ષ 2027 માં કામગીરી પૂર્ણ
અમદાવાદ ડિવિઝનના DRM અને અન્ય રેલવે અધિકારીઓએ સાઈટની મુલાકાત લઈને તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2027સુધીમાં કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ જશે. હાલ ચાલી રહેલી રિડેવલપમેન્ટને લઈ રીલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન આખું ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવનાર હોવાથી સારંગપુર તરફ રેલવે પ્લેટફોર્મ 1 તરફનો ભાગ પાર્કિંગ પરિસર અને રીઝર્વેશન સેન્ટર સહિતની કેટલીક બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે.
અમદાવાદ સ્ટેશન માટે 2383 કરોડનો ખર્ચ
ખર્ચ અંગે રેલવે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ સ્ટેશન માટે 2383 કરોડ, સાબરમતી સ્ટેશન માટે 340 કરોડ અને ભુજ સ્ટેશન માટે આશરે 300 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ તમામ સ્ટેશનના નવીનીકરણનું કામ વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું રેલવે તંત્રનું આયોજન છે. ત્યારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ સુધીરકુમાર શર્મા સહિતના રેલવે અધિકારીઓએ બુધવારે અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રિડેવલોપમેન્ટ કામની સમીક્ષા કરી હતી.
કાલુપુર રેલવે સ્ટેશન બનશે વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર
આગામી ત્રણ વર્ષ બાદ આ તમામ રેલવે સ્ટેશનની કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવશે. જેમાં વિશેષ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને એક વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર બનાવવા માટે મુખ્ય બિલ્ડીંગ, પાર્સલ વિભાગ, રસ્તા સહિતની સુવિધા માટે આશરે 2383 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલ બુલેટ ટ્રેનના કામને લઈ ત્રણ પ્લેટફૉર્મ બંધ કરવામાં આવ્યાં છે ત્યારે સ્ટેશનનું નવીનીકરણનું કામ પૂર્ણ થતાં 12 સ્ટેશન ફરી કાર્યરત કરવામાં આવશે. દરેક પ્લેટફૉર્મ પર 4 લિફટ અને 4 એક્સેલેટર મૂકવામાં આવશે.
સ્ટેશનની કામગીરી અને રીડેવલપમેન્ટ એકસાથે ચાલુ
કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી વ્યસ્ત રેલવે સ્ટેશન પર રેલવે વ્યવહાર શરૂ રાખીને કરવામાં આવી રહી છે. આ માટે સ્ટેશનની કામગીરી તબક્કાવાર આગળ વધી રહી છે. સ્ટેશનના અમુક પ્લેટફોર્મ બંધ કરીને ટ્રેન ડાયવર્ટ કરીને કામ કરવામાં આવશે, તો કેટલીક ઓફિસો ખસેડીને કામ કરવામાં આવશે. મુસાફરોને ખાસ હાલાકી ન પડે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ થશેઃ પાટનગરમાં PM મોદી સાથે ‘દાદા’ની મુલાકાતથી રહસ્ય ઘેરાયું
ત્રણ લાખ મુસાફરોને લક્ષ્યમાં
કાલુપુર રેલ્વે સ્ટેશન પર જેમાં 12 પ્લેટફૉર્મ અને 16 જેટલા ટ્રેક છે. બુલેટ ટ્રેન તરફ જે ત્રણ લાઈન હતી તેને બ્રોડગેજમાં પરિવર્તન કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો પિરિયડ 36 મહિનાનો છે. કાલુપુર રેલવે સ્ટેશન સૌથી વ્યસ્ત રહેતું સ્ટેશન છે, વર્તમાનમાં રેલવે સ્ટેશન પર 1.5 લાખ મુસાફરોની સંખ્યા હોય છે જે આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને લક્ષ્યમાં રાખીને સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.