આપણું ગુજરાત

Ahmedabadમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી 4.54 લાખની લૂંટ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના પોશ વિસ્તાર શેલામાં લૂંટની ઘટના બની છે. જેમાં શેલાના વ્રજ હોમ્સમાં મહિલાને ગળાના ભાગે છરી મૂકીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે. જ્યારે મહિલા ઘરમાં એકલી હતી ત્યારે પાંચ લૂંટારૂઓ ઘરમાં આવ્યા અને 4.54 લાખના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

| Also Read: Weather Update: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ગુલાબી ઠંડીએ દસ્તક આપી, દિલ્હીમાં વધતું પ્રદૂષણ

શેલામાં બની લૂંટની ઘટના

દિવાળી નજીક આવતા લૂંટારૂઓ જાણે સક્રિય થયા હોય તેમ અમદાવાદના પોશ વિસ્તાર શેલામાં ફરી લૂંટની ઘટના સામે આવી છે. નાની-મોટી લૂંટ અનેકવાર બનતી હોય છે. શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ ઘરમા ધુસી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા. 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. મહિલા ગભરાઈ ગઇ હતી અને ત્યારબાદ આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરી હતી.

| Also Read: પ્રાંતિજ ના ભાજપના ધારાસભ્ય Gajendrasinh Parmar પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

લૂંટની ઘટનાથી સ્થાનિકોમા ભય

શેલામાં લૂંટની ઘટનાથી વ્રજ હોમ્સના સ્થાનિકો ગભરાઈ ગયા છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે ડોગ સ્કવોડની મદદ લઈને તપાસ હાથ ધરી છે.આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ જાણભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસનુ પ્રાથમિક અનુમાન છે. પોલીસે રોડ પરના સીસીટીવી ફુટેજ લઈ આ સમગ્ર ઘટનામાં તપાસનો દોર શરૂ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button