આપણું ગુજરાત
અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) ની સાથે કમિશનીંગ કરવા માટે સંબંધિત એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગત આ મુજબ છે.
સંપૂર્ણપણે રદ ટ્રેનો
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 09459 અમદાવાદ- વિરમગામ મેમુ સ્પેશિયલ
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
- 23 ઓક્ટોબર 2023 સુધી ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ
- 23 ઓક્ટોબર 2023 સુધી ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- 22 ઓક્ટોબર 2023ના રોજ, ઈન્દોરથી ઉપડતી ટ્રેન નંબર 20936 ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 23 ઓક્ટોબર 2023 ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઈન્દોર સાપ્તાહિક એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન ગાંધીધામ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
22 ઓક્ટોબર 2023 ના રોજ, ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ વિરમગામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વિરમગામ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.