ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર લાંબો મીટરનો ટ્રાફિકજામ

અમદાવાદઃ ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર 10 કિલો મીટરનો ટ્રાફિકજામ બુધવારથી સર્જાયો છે, હાલમાં સ્થિતિ થોડી હળવી થઈ છે, પરંતુ હજુ વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાના સમાચારો છે. જેમાં કેસરિયાજી પાસે તળાવ ફાટતાં હાઈવે નદીમાં ફેરવાયો હતો. હાઈવે ઉપર હોટલો, પેટ્રોલપંપો આગળ વાહનોની કતારો લાગી ગઈ છે. આઠ કલાકથી વધુ સમય નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે.
અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ફરી વળતાં હાઈવે રીતસર નદીમાં ફરેવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાતાં વાહન વ્યવહાર પ્રભાવિત ગયો છે. હાઈવે પર 10 કિ.મી સુધી ટ્રાફિક જામ થઈ જતાં ગુજરાત તરફથી રાજસ્થાનમાં તરફ જતાં અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયાં છે. આઠ કલાકથી વધુ સમય નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતાં ગુજરાતના વાહનો પણ અટવાયા છે. હજુ પણ વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલે છે.