Diwali સમયે ટ્રેનો ડાયવર્ટ થતાં મુસાફરોને રઝળપાટ, તમે પણ જાણી લો ફેરફાર
અમદાવાદઃ રેલવે દ્વારા સતત ચાલતા સમારકામ કે નવા કામકાજોને લીધે ટ્રેનના સમયપત્રક કે રૂટમાં ફેરફાર થતો રહે છે. એક તો જરૂરિયાત કરતા ઓછી ટ્રેન, તહેવારો અને વેકેશન અને તે સાથે ટ્રેનના બદલાતા સમયપત્રકને લીધે પ્રવાસીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગની સાથે રૂટ રિલે ઈન્ટરલોકિંગ (RRI)ને ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI)માં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે આ રૂટ પરથી પસાર થતી અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાયું છે અને આજથી ટ્રેનો અન્ય રૂટ પર ડાઈવર્ટ કરવામાં આવી છે. આ કામગીરીને પગલે અમદાવાદની ટ્રેનોને અસર પહોચશે. અને મુસાફરોની મુશ્કેલીમા વધારો વધારો થશે.
19મી ઓક્ટોબરની ટ્રેન નં. 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ ટ્રેન રદ કરવામા આવી છે, જેના પગલે રાજકોટ, અમદાવાદના મુસાફરોને મુશકેલી પડશે. તેની સાથે જ 17મી ઓક્ટોબરની ટ્રેન નં. 22967 અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જેથી 18મી ઓક્ટોબરની ટ્રેન નં. 22968 પ્રયાગરાજ અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) થશે.
આ ટ્રેનો ડાઇવર્ટ કરાઈ
17મી ઓક્ટોબરની ટ્રેન નંબર 22468, ગાંધીનગર કેપિટલ- વારાણસી એક્સપ્રેસ વાયા ભીમસેન, ગોવિંદપુરી, કાનપુર. લખનઉ થઈ વારાણસીના રૂટ પર દોડાવવામાં આવશે.
જ્યારે 17મી ઓક્ટોબરની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ વાયા કાનપુર સેન્ટ્રલ, લખનઉ, જંઘઈના માર્ગ પર દોડાવવામાં આવશે.
આ ઉપરાંત 18મી ઓક્ટોબરની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ વાયા પંડિત દીન દયાલ ઉપાધ્યાય, લખનઉ, કાનપુર સેન્ટ્રલના માર્ગ પર દોડાવવામાં આવશે.
તેમજ 19મી ઓક્ટોબરની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ વાયા જંઘઈ, લખનઉ, કાનપુર સેન્ટ્રલના માર્ગ પર દોડાવવામાં આવશે.
Also Read –