અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં ખાસ એક્શન પ્લાનથી માર્ગ અકસ્માતોથી બચી 90 માનવ જિંદગી…

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા 10 મહિનામાં 106 માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસને 90 માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.


આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે હોસ્પિટલના સત્તાધીશોનો ઉડાઉ જવાબ


અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા કરવાથી માંડીને ઝીબ્રા ક્રોસિંગ, સર્કલ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલ, રસ્તાઓ પરના કટ બંધ કરવા સહિતના જરૂરી અનેક સુધારા કરવા અમદાવાદ શહેર પોલીસે સૂચનો કર્યા અને તેનું વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યુ છે. આ એનાલિટીક કામગીરી થકી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોમાં તો ઘટાડો થયો જ છે, તેની સાથે આવા અકસ્માતોથી થતા માનવ મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ઝોનમાં 1 લી જાન્યુઆરી થી 31મી ઓક્ટોબર 2023 સુધી 10 મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત અને તેનાથી થયેલા મૃત્યુની સરખામણીમાં વર્ષ 2024માં આ જ સમયગાળા દરમિયાન 10 મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની તુલના કરતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ બંનેમાં ઘટાડો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2023માં 1203 માર્ગ અકસ્માતો અને 419 માનવ મૃત્યુની ઘટના બની હતી. આ રોડ એક્સીડેન્ટ એનાલિટીક્સ બાદ કરેલી કામગીરીને પરિણામે વર્ષ 2024માં આ માર્ગ અકસ્માતો ઘટીને 1097 થયા છે અને માનવ મૃત્યુ ઘટીને 329 થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં 106 માર્ગ અકસ્માતો અને 90 માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે.


આ પણ વાંચો : વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદીએ કહ્યું- ‘દેશને તોડનારી તાકાતોને હરાવવી પડશે’


અમદાવાદ પૂર્વ ટ્રાફિક ઝોનમાં વર્ષ 2023માં 10 મહિનામાં માર્ગ અકસ્માતમાં 229 મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે 155 થઇ છે. એટલે કે, 74 માનવ જીવન બચાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ઝોનમાં વર્ષ 2023માં 10 મહિનામાં માર્ગ અકસ્માતમાં 190 મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે 174 થઇ છે. એટલે કે, 16 માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker