Ahmedabad-થરાદ વચ્ચે છ લેન હાઈવેને મંજૂરી, મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે આઠ નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ આઠ હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ રૂ. 50,655 કરોડનો ખર્ચ થશે. આ તમામ આઠ હાઈવેમાં ગુજરાતના અમદાવાદ(Ahmedabad)અને થરાદ વચ્ચેના છ લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો છે.
છ લેન હાઈ-સ્પીડ કોરિડોરના કારણે 20 ટકા અંતર ધટશે
થરાદ-અમદાવાદ વચ્ચે 214 કિ.મી. છ-લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 10,534 કરોડ છે. છ લેન હાઈ-સ્પીડ કોરિડોરથી થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે.
અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા ઘટશે
થરાદ-અમદાવાદ કોરિડોર ગુજરાત રાજ્યમાં બે મુખ્ય રાષ્ટ્રીય કોરિડોર– અમૃતસર-જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાં પરિણામે ગુજરાત (દા.ત. રાની કા વાવ, અંબાજી મંદિર વગેરે)ને કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેનાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે, જેથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે.