અમદાવાદ સ્ટેશનની કાયાપલટઃ અમુક ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર, જાણો મહત્ત્વની અપડેટ!
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના મહત્ત્વના સ્ટેશનને આધુનિક બનાવવા સાથે રિડેવલપમેન્ટની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે, જે અન્વયે અમદાવાદ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. અમદાવાદને વિશ્વકક્ષાના સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરુપે અમદાવાદ રેલવે સ્ટેશનથી આરંભ થતી/ ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે. ટર્મિનલોમાં આ ફેરફાર સંચાલનમાં અમદાવાદ સ્ટેશન ઉપર યાત્રીઓની ભીડ ઓછી કરશે, યાત્રી સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં મુળભૂત માળખાગત પરિયોજનાઓનો ઝડપી અમલ સક્ષમ બનાવશે. મહત્ત્વની કામગીરીને કારણે છ જોડી ટ્રેનોના ટર્મિનલને સાબરમતી સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ જોડી ટ્રેનના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ સ્થાનાંતરિત કરવામાં આવ્યાં છે. નવા ફેરફાર મુજબ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે, જ્યારે પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો આ પ્રકારે છે :
આ પણ વાંચો: જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે આ સ્ટેશન સુધી લંબાવાઈ
અમદાવાદથી સાબરમતી સ્થાનાંતરિત કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્લી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 07 એપ્રિલ, 2024થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે ઉપડશે.
એ જ રીતે ટ્રેન નંબર 12958 નવી દિલ્લી-અમદાવાદ સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ 06 એપ્રિલ, 2024થી સાબરમતીમાં ટર્મિનેટ થશે તથા આ સાબરમતી સ્ટેશને 08.05 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 28 માર્ચ, 2024થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 22.00 કલાકે ઉપડશે.
એ જ રીતે ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ 30 માર્ચ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને આ ટ્રેન 21.30 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.
ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર દ્વિ-અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 28 માર્ચ, 2024થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે.
એ જ રીતે, ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ દ્વિ-અઠવાડિક એક્સપ્રેસ 30 માર્ચ, 2024થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને આ ટ્રેન 10.00 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.
ટ્રેન નંબર 20939 અમદાવાદ-સુલ્તાનપુર અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 26 માર્ચ, 2024થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવ્યું છે અને આ ટ્રેન 08.20 કલાકે સાબરમતી સ્ટેશનથી કલાકે ઉપડશે.
એ જ રીતે, ટ્રેન નંબર 20940 સુલ્તાનપુર-અમદાવાદ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 માર્ચ, 2024થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને આ ટ્રેન 21.30 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.
ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 31 માર્ચ, 2024થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 20.45 કલાકે ઉપડશે.
એ જ રીતે, ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024 થી સાબરમતીમાં ટર્મિનેટ થશે અને 21.30 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.
ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનઊ અઠવાડિક એક્સપ્રેસનું ટર્મિનલ 01 એપ્રિલ, 2024થી સાબરમતી સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 10.05 કલાકે ઉપડશે. એ જ રીતે, ટ્રેન નંબર 19402 લખનઊ-અમદાવાદ અઠવાડિક એક્સપ્રેસ 02 એપ્રિલ, 2024થી સાબરમતીમાં ટર્મિનેટ થશે તથા 23.20 કલાકે સાબરમતી સ્ટેશને પહોંચશે.
અમદાવાદથી ગાંધીનગર કેપિટલમાં સ્થાનાંતરિત કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપટિલ સ્થળાંતરિત કરવામાં આવ્યું છે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 21.55 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 22.18/22.20 કલાક હશે.
એ જ રીતે ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલ ઉપર ટર્મિનેટ થશે અને 05.55 કલાકે ગાંધીનગર કેપટિલ સ્ટેશને પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનું સ્ટોપેજ રહેશે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 05.10/05.12 કલાક હશે.
ટ્રેન નંબર 19223 અમદાવાદ – જમ્મુ તાવી એક્સપ્રેસનું ટર્મિનલ 02 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપટિલ સ્થળાંતરિત કરવામાં આવ્યું છે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.20 કલાકે ઉપડશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન ઉપર જશે નહીં.
એ જ રીતે ટ્રેન નંબર 19224 જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ 01 એપ્રિલ, 2024થી ગાંધીનગર કેપિટલ ઉપર ટર્મિનેટ થશે અને 13.30 કલાકે ગાંધીનગર કેપટિલ સ્ટેશને પહોંચશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન ઉપર જશે નહીં.