આપણું ગુજરાત

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બે પિસ્તોલ અને 30 કારતૂસ સાથે યુવકને ઝડપ્યો

અમદાવાદઃ અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની એસઓજી ટીમે ઓગણજ નજીકથી એક યુવકને બે પિસ્તોલ અને 30 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ઑપરેશન દરમિયાન દરમિયાન ચંદનસિંહ જસવંતસિંહ વાઘેલા (ઉ.વ.33) દેશી બનાવટના બે પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો. બાતમીના આધારે પોલીસે ઑપરેશન પાર પાડ્યું હતું. એસઓજી ટીમે ઓગણજ પાસે તેને આંતરીને 66,040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી કલોલના મોટી ભાયણનો ખાતે રહે છે અને મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.

Also read:સુરત-થાણે ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન, મહારાષ્ટ્રમાંથી 5 કરોડના દાગીનાની ચોરી કરનારી ટોળકીને સુરતમાંથી દબોચી

SOG એ એવો પણ ખુલાસો કર્યો કે વાઘેલાનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ છે. 2021 માં, નારોલ પોલીસ સ્ટેશનમાં તેના પર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ હવે જપ્ત કરાયેલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો તેમજ તેનો ગુનાહિત નેટવર્ક સાથે કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button