આપણું ગુજરાત

અમદાવાદમાં 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપે તેવી 150 પ્રિ-સ્કૂલોના સીલ ખોલાશે

અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ(TRP Game zone tragedy)માં 27 લોકોનાં મોત બાદ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સરકારના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્થળો પર નિયમોનું ઉલંઘન થતું જોવા મળ્યું હતું. અધિકારીઓની રહેમ પર ચાલતા અનેક ગેમ ઝોન અને સ્કુલો સહિતના બાંધકામો સીલ કરવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 150 જેટલી પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પ્રિ-સ્કૂલના સંચાલકોની રજુઆતો કરવાને પગલે હવે 150 પ્રિસ્કૂલના સીલ ખોલી આપવાનો નિર્ણય લેવાયો છે. આ હેતુસર સંચાલકોએ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી આપવાની રહેશે.

સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ ફાયર NOC મેળવવા માટે 30 દિવસનો સમય અપાશે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. જ્યારે બાંધકામ નિયમિત ન હોય તો બાંધકામ નિયમિત કરાવવા માટે ત્રણ મહિનાના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ મારવામાં આવેલી સ્કૂલો અને પ્રિ-સ્કૂલોને ખોલી આપવામાં આવશે. શહેર મનપા દ્વારા સીલ ખોલી આપવા અંગે SOP નક્કી કરવામાં આવી છે. જેમાં મનપાના તમામ ઝોન ખાતે અરજદાર દ્વારા રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાંહેધરી પત્ર સાથે સીલ ખોલી આપવાની લેખિત અરજી સાથે રજૂઆત, વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ અથવા ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ મેળવવા ફાયર વિભાગે કરવામાં આવેલી અરજીની નકલ રજૂ કરેલી હોય ત્યારે તે અરજી ધ્યાને લેવામાં આવશે.

અરજી આવ્યા બાદ સીલ ખોલવા અંગે ઝોનલ કચેરી ખાતેથી DYMCને રિપોર્ટ સુપરત કરીને મંજૂરી મેળવવાની રહેશે તેમજ સીલ ખોલવા માટે જે ચાર્જ નક્કી કરવામાં આવે તે મુજબ વસૂલવાનો રહેશે. સીલ ખોલવા અંગે અરજદાર દ્વારા આપેલી બાંહેધરી મુજબ વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરી શકાશે નહિ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા