શું અમદાવાદ ધીમું પડશે ? આવતીકાલથી 15 હજાર રિક્ષા અને સ્કૂલવાન ચાલકોની હડતાળ
અમદાવાદ: એકતરફ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારે મંગળવારથી RTO દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાની પરમીટ સર્ટિફિકેટને લઈને તપાસ કરવામાં આવનાર છે. પરંતુ હાલ હજુ તમામ રિક્ષાચાલકોને આ પ્રમાણપત્ર મળ્યું નથી તેવા સમયે તપાસ કરવામાં આવનાર હોય તેના વિરોધમાં આવતીકાલ મંગળવારથી અમદાવાદ શહેરના આશરે 15 હજાર જેટલા સ્કૂલવાન અને સ્કૂલરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જવાના છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સ્કૂલવર્ધી એસોસિયેશને આવતીકાલ મંગળવાર 18 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી સ્કૂલવર્ધીમાં સમાવેશ થતાં તમામ વાહનોને પરમિટ ન મળે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો કે આ એસોસિયેશનમાં આશરે 15 હજાર જેટલા રિક્ષાચાલકોનો સમાવેશ થતો હોવાથી આવતીકાલે અમદાવાદમાં અવ્યવસ્થા ઉભી થવાની પણ ભીતિ સેવાય રહી છે.
જો કે આ મામલે સ્કૂલવર્ધી એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે અરજી કરવામાં આવી હોવા છતાં પણ RTO દ્વારા પાસીંગની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. હાલ 10 દિવસમાં 100 જેટલા સ્કૂલવાન અને રિક્ષાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી એ લોકોને પ્રમાણપત્ર કે પરમિટ આપવામાં આવી નથી. જો કે આગામી 18 જૂનથી આરટીઓ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવનાર છે અને પ્રમાણપત્ર ન હોવાથી લોકોની રિક્ષા કે વાન જપ્ત થઈ જશે.
આ પણ વાંચો : અમદાવાદના અટલ બ્રિજ પર વધુ 2 ગ્લાસ તૂટ્યા, બ્રીજ મુસાફરો માટે બંધ કરાયો
જો કે આ બાબતે RTOએ જણાવ્યું હતું કે હાલ સ્કૂલવાન અને રિક્ષાઓનો ફિટનેસ ટેસ્ટ કરી આપવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા દસ દિવસમાં લગભગ 200 જેટલા વાહનોનું ઇન્સ્પેક્શન કરવાંઆ આવ્યું છે અને હવે તેઓને પરમિટ લેટર પર આપી દેવામાં આવશે. જો કે હાલ છેલ્લા ચાર વર્ષમાં માત્ર 800 કેટલા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની પાસે આ પરમિટ છે. જો કે હવે આગામી સમયમાં પોલીસ અને આરટીઓ મળીને ચેકિંગ કરવાની છે.