વેકેશન ખૂલે તે પહેલા અમદાવાદમાં સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડાંમાં 20 ટકાનો વધારો
અમદાવાદ: એકતરફ આગામી 13 મી જૂનથી રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે બીજીતરફ નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વાનમાં પ્રતિ એક કિમીદીઠ 200 અને સ્કૂલ રિક્ષામાં કિમીદીઠ 100 રૂપિયા ભાડારૂપે વધારો કરવામાં આવ્યો છે. આ માટે RTO પાસીંગમાં ખર્ચનો બોજો, વીમો, પરમિટ સહિતના ખર્ચને લઈને ભાવવધારો કરવામાં આવ્યો છે. આથી તેની સીધી અસર વાલીઓના બજેટ પર થવાનો છે.
અમદાવાદ સ્કૂલ વરધી એસોસીશનની બેઠક મળી હતી. આ બેઠકમાં RTO દ્વારા કડકપણે લાગુ કરવામાં આવતા નિયમોને લઈને વાહનચાલકોને 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે તેવું જાણવા મળ્યું હતું. આથી સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. આ એસોસિયેશન સાથે અમદાવાદના આશરે 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા રિક્ષા ચાલકો ને વન ચાલકો જોડાયેલા છે.
આ પણ વાંચો : Organ Donation: અમદાવાદમાં એક શ્રમિકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન
આ બાબતે સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો ઓરંતુ હવે પાર્સિંગ સહિતના ખર્ચમાં થયેલ વધારા અને બીજી તરફ મોંઘવારી વધવાને લીધે આ ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં એક સ્કૂલ વાનમાં પ્રતિ એક કિમીદીઠ 200 અને સ્કૂલ રિક્ષામાં કિમીદીઠ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા ડર ત્રણ વર્ષે સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે આ વધારો 2021 ના વર્ષે કરવામાં આવ્યો હતો , છેલા ત્રણ વર્ષમાં કોઈ જ વધારો કરવામાં નથી આવ્યો. આ ત્રણ વર્ષમાં પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો થયો છે અને તેમ છતાં રિક્ષા કે સ્કૂલ-વાનના ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો.