આપણું ગુજરાત

અમદાવાદની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીમાં પાકિસ્તાનની સંડોવણી! ગુજરાત પોલસનો ખુલાસો

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનના એક દિવસ પેહલા 6ઠ્ઠીમેના રોજ અમદાવાદની 47 કેટલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટ(Bomb Threat)ની ધમકી ભરેલા ઈ-મેલ મળતા પોલીસ તંત્રમાં દોડતું થઇ ગયું હતું. આ કેસની પ્રાથમિક તપાસમાં મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે, ધમકીભર્યા ઈમેલનું પાકિસ્તાન કનેક્શન(Pakistan Conection) સામે આવ્યું છે.

ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે, પોલીસ વિભાગે જણાવ્યું કે ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનના ફૈસલાબાદથી મોકલવામાં આવ્યા હતા. કેટલાક અહેવાલો મુજબ મોકલવામાં આવેલ ઈમેલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંબંધ છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી tauheedl@mail.ru ઇમેઇલ એડ્રેસ પરથી આ ઈમેઈલ મોકલવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઈમ યુનિટ અને ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઈમેલ ફૈસલાબાદમાં પાકિસ્તાન આર્મીના બેઝ કેમ્પની નજીકના સ્થાન પરથી મોકલવામાં આવ્યા હતા.

અહેવાલો મુજબ કે કથિત રીતે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ દ્વારા વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ કરીને આ ઈમેલ મોકલવામાં આવ્યા હતા, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની સંડોવણી અંગે શંકા છે.

ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું, તેની પાછળનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો.

અમદવાદ પહેલા દિલ્હી-એનસીઆરની અલગ-અલગ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, આ ધમકીઓ પણ પોકળ સાબિત થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button