Ahmedabad ના સાબરમતી પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
અમદાવાદ : અમદાવાદના(Ahmedabad)સાબરમતી વિસ્તારમાં ગઈકાલે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. જેના મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની પોલીસે ધરપકડ કરી છે. ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓ કારમાંથી ઝડપાયા હતા.પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે.આ આરોપી પાસેથી એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા છે.આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાયો
જેમાં આરોપી રુપેણ બારોટે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યો હતો. શિવમ-રો હાઉસમાં બલદેવ સુખડિયાના ઘરે પાર્સલ પહોંચાડીને બ્લાસ્ટ કરાયો છે. આ બ્લાસ્ટ અંગત અદાવતમાં આરોપીએ કર્યું હોવાનો ખુલાસો થયો છે.
પોલીસનો ઉચ્ચ કાફલો પણ ત્યાં પહોંચ્યો
આ ઘટના બાદ પોલીસનો ઉચ્ચ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાંજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Also Read – Ahmedabadના જુહાપુરામાં મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ
ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી
આરોપી રૂપેન બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. આરોપી રૂપેને પોતાના ઘરમાં બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે