આપણું ગુજરાત

Ahmedabad Rathyatra: આવતી કાલે જળયાત્રા નીકળશે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Ahmedabad Rathyatra) 7મી જુલાઈના રોજ યોજાશે, 147મી રથયાત્રાના આયોજન માટે મંદિર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રથયાત્રાની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.
7મી જુલાઈના રોજ રથયાત્રા યોજાય એ પહેલા આવતી કાલે 22 જુનના રોજ જળ યાત્રા કાઢવામાં આવશે, જળયાત્રાને રથયાત્રાનો પહેલો પાડવા માનવામાં આવે છે. અવાતી કાલે સવારે 8 વાગ્યે કાલુપુરમાં આવેલા જગન્નાથ મદિરથી વાજતે ગાજતે જળયાત્રાનો પ્રારંભ થશે. તેના માટે ખાસ બળદગાડાને શણગારવામાં આવ્યા છે.

આજે જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરે પહોંચેલા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ‘રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ અને ઓળખ છે. તમામ સમાજો અને તમામ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ઉત્સાહનો તહેવાર છે.’

હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘સમયની સાથે અપગ્રેડ થતી ટેક્નોલોજીનો ઉપયોગ રથયાત્રામાં કરવામાં આવ્યો છે. તમામ સમાજના લોકો સાથે મળીને ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢશે અને આ તમામ લોકોની જવાબદારી પણ છે.’

નોંધનીય છે કે દર વર્ષે રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર છે. રાજ્યના મુખ્ય પ્રધાન રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવે છે. અમદાવાદ શહેરમાં 18 કિલોમીટરના રૂટ પર રથયાત્રા પસાર થાય છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ