Ahmedabad Rathyatra ને લઇને રોડ પર માનવ મહેરામણ ઊમટ્યું, ઠેર- ઠેર સ્વાગત કરાશે

અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે. જેમાં રથયાત્રાના શણગારેલા ગજરાજ, ટ્રક અને કરતબ દેખાડતા અખાડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભાવિકો રથયાત્રાનું સ્વાગત કરશે
અમદાવાદના જમાલપુર જગન્નાથજી મંદિરેથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જમાલપુરથી આગળ નીકળતા રથયાત્રા અને મહંતનું મુસ્લિમ બિરાદરો તાજિયા કમિટીના નેજા હેઠળ સ્વાગત કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. તેમજ રથયાત્રા આગળ વધતાં ખમાસા ખાતે રથયાત્રા અને તેની સાથે જોડાયેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતુ.જ્યારે રથયાત્રાનું અમદાવાદ કોર્પોરેશનના પ્રાંગણમાં મેયર અને અન્ય પદાધિકારીઓ તથા કમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવશે. આમ જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ અલગ પોળના નાકે ભાવિકો રથયાત્રાનું સ્વાગત કરશે.
સુશોભિત અને થીમ બેસ ટ્રક લોકોના આકર્ષણનું કેન્દ્ર
આ દરમ્યાન આજે ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્યાએ નીકળ્યા છે ત્યારે તેમના દર્શન માટે શહેરમાં માનવ મહેરામણ ઊમટ્યું છે. તેમજ રથયાત્રાના સમગ્ર માર્ગ પર જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠયા છે. તેમજ રથયાત્રામાં જોડાયેલા સુશોભિત અને થીમ બેસ ટ્રક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યારે રથયાત્રામાં આગળ રહેલ ભજન મંડળીઓ પણ સમગ્ર માર્ગ પર ભકિતનો માહોલ ખડો કરી દીધો છે.