Ahmedabad Rathyatra: હેલિકોપ્ટર અને 1278 સીસીટીવી કેમેરાથી પોલીસની બાજનજર
અમદાવાદઃ આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે એક IPS સહિત આઠ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસ ભગવાનના ત્રણેય રથ પર પુષ્પાવર્ષા પણ કરી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ અ સામાજિક તત્વો કોઈ ગુનાને અંજામ ન આપે તે માટે અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રથયાત્રા રુટ પર ક્રાઇમ બ્રાન્ચે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ 1278 જેટલા સીસીટીવી કેમેરા લગાવડાવ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચે 1500 જેટલા લોકેશન આઈડેન્ટિફાય કર્યા છે. સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રથયાત્રા પર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ દ્વારા ડ્રોન, સિવિલ ડ્રેસમાં બાજનજર રાખી રહી છે. આ સિવાય અતિસંવેદનશીલ એરિયામાં પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના સેક્ટર એક JCP સહિત બે IPS અધિકારીઓએ શનિવાર સવારે રથયાત્રાના સમગ્ર રૂટ પર હેલિકોપ્ટરથી સર્વેલન્સ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર આવતા ધાબા પર વોચ રાખવાની સાથે સાથે પોલીસે રૂટ પર ક્યાં વધારે ટ્રાફિક છે તે જાણીને સમગ્ર માહિતી પોલીસ કંટ્રોલરૂમને આપી હતી. જેથી ગ્રાઉન્ડ લેવલ પર રહેલા અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચીને ટ્રાફિક ક્લિયર કરી શકાય.
Also Read –