Ahmedabad Rathyatra: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરી રથનું પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદઃ ગુજરાતભરના ભગવાન જગન્નાથના ભક્તો જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે, એ અષાઢી બીજ(Ashadhi Bij)નો પાવન અવસર આજે આવી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Rathyatra) નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે ચાર વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(Bhupendr Patel)એ પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો.
પહિંદ વિધિમાં મુખ્યપ્રધાને સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કર્યો હતો. આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે. મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા છે. ભક્તિના રંગમાં આજે સૌ રંગાઈ જશે અને જગતના નાથના વધામણા કરશે.
અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન કરાવ્યું છે. પહિંદ વિધિ કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જય જગન્નાથનો નારો લગાવ્યો હતો. આ રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે.
આ અવસરે દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મંગળા આરતી કરી હતી. તેમની સાથે જગદીશ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર જ્હા જોડાયા હતા. તો મંદિરના પ્રાંગણમાં ભક્તોએ પણ આરતીનો લ્હાવો લીધો હતો.
રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્યમ:
જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મ રહેલુ છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જેની સાથે જ રથયાત્રાનો આરંભ થયો હતો અને નગરના નાથ નગરચર્ચાએ નીકળ્યા છે.
Also Read –