આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદથી સૌરાષ્ટ્ર જતાં લોકો માટે સારા સમાચાર; રાજકોટ હાઈવેનું 98 ટકા કામ પૂર્ણ…

અમદાવાદઃ સરકાર રાજ્યના વિકાસને વેગ આપવા કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. રાજ્યમાં અનેક પ્રકારની વિકાસ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આ પૈકીના ઘણા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. આ યાદીમાં નેશનલ હાઈવે રોડ પ્રોજેક્ટ પણ છે, જેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકો માટે અમદાવાદથી રાજકોટ જવુ વધુ સરળ બનશે. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની. તાજેતરમાં ગુજરાતના સહકાર રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચો : અમદાવાદથી ધોલેરા માત્ર ૫૦ મિનિટમાં પહોંચી શકાશે, જાણો ક્યારે કામગીરી થશે પૂર્ણ

98 ટકા કામગીરી પૂર્ણ
જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની કુલ લંબાઈ 197 કિલોમીટર છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. એનો અર્થ એ છે કે 98 ટકા કામ ભૌતિક રીતે પૂર્ણ થઈ ગયું છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે રાજ્ય સરકારે કુલ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુસાફરીનો સમય થઈ જશે 2.32 કલાક
અમદાવાદ-રાજકોટ 6 લેન રોડનું બાંધકામ પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે. આ રોડ પરથી કુલ મુસાફરીનો સમય ઘટીને 2.32 કલાક થવાનો અંદાજ છે. આનાથી નાગરિકોની લગભગ 30 થી 45 મિનિટની બચત થશે. આ સિવાય તેનાથી તેમના ઈંધણની પણ 10 થી 15 ટકા બચત થશે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કુલ 38 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 34 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે, હાલમાં 4 સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button