અમદાવાદમાં Shravan મહિનામાં જ બીલીપત્ર, ફૂલ, ફળ, ફરાળી વાનગીઓના ભાવમાં વધારો
અમદાવાદ : અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં ગુલાબના ફૂલ હાલ રૂ. 300થી 400 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે અલગ-અલગ લેવાઈ રહ્યો છે. ફરાળી વાનગીઓના ભાવમાં પણ વધારો થયો છે.
વિસ્તાર પ્રમાણે ભાવ લેવાય છે
અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના 600 કિલોથી વધુ બીલીપત્રો ચડાવવામાં આવે છે. શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે લેવાઈ રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં એક જુડીના દસ રૂપિયાથી લઈને 30 રૂપિયા તો પશ્ચિમ વિસ્તારમાં 30 રૂપિયાથી લઈને 100 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે એજ રીતે ધતૂરાના ફૂલો પણ 10 રૂ.થી લઈને 20 અને 30 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે.
ગુલાબના ફૂલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં શ્રાવણ મહિના પૂર્વે જ ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં 40થી 50 કે 100 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ 300થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ 150થી 200 રૂપિયા પહોંચ્યો છે.
ફરાળી વાનગીઓના ભાવ પણ વધ્યા
શિવજીને અભિષેક કરવામાં આવતા દૂધના વેચાણમાં 10-15 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રોજનું 70-80 લાખ લિટર દૂધ વેચાય છે. સામાન્ય દિવસોમાં બફવડા, સાબુદાળાના વડા, ખીચડી રૂ.300 થી 325 કિલો મળતા હતા. જે આજે રૂ.360થી 380 કિલો મળી રહ્યા છે.
Also Read –