આપણું ગુજરાત

અમદાવાદ પોલીસ ખોવાયેલો ફોન QR Code થી શોધી આપશે, જાણો વિગત

અમદાવાદઃ હાલ મોબાઇલ લોકોની જિંદગીનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. તેના વગર થોડી મિનિટો પણ લોકો રહી શકતા નથી. મોબાઇલ ખોવાઇ જાય ત્યારે લોકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ શહેર પોલીસે ખોવાયેલા મોબાઇલને શોધવા એક નવતર પ્રયોગ કર્યો છે. QR Code સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. આ વની ટેકનોલોજીથી ખોવાયેલા મોબાઇલ શોધવામાં સરળતા રહેશે.

એક વર્ષ પહેલા ખોવાયેલા મોબાઇલ અને વાહનોની ફરિયાદ માટે ઇ-એફઆઇઆર સિસ્ટમ શરૂ કરવામાં આવ્યા બાદ હવે ક્યૂઆર કોડ સિસ્ટમથી સરળતાથી ફરિયાદ નોંધાવી શકાશે. અહીંથી માહિતી ભારત સરકારના સેન્ટ્રલ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પાસે પ્રોસેસ થવા જશે. જે વ્યક્તિનો મોબાઇલ ફોન ગુમ થયો હોય તેણે નજીકના પોલીસ સ્ટેશન જઈને ક્યૂઆર કોડ સ્કેન કરીને ઓનલાઇન પ્લેટફોર્મ પર એફઆઈઆર અપલોડ કરવાની રહેશે. આ ફરિયાદ આપમેળે જે તે યુનિટ પાસે પહોંચી જશે. ક્રાઈમ બ્રાન્ચના સીનિયર ઓફિસરે કહ્યું, અમારું લક્ષ્ય ચોરાયેલા ફોન શહેર અથવા રાજ્યની બહાર પહોંચે તે પહેલાં જ ટ્રેસ કરીને હસ્તગત કરવાનું છે.

Also read: અરે દિલ્હીની કયા વાત કરવી અમદાવાદની હવા બની રહી છે ઝેરી: AQIનો આંકડો 150ને પાર

અધિકારીના જણાવ્યા મુજબ, ફોનની ચોરીમાં વધારા સામે લડવું અમારું લક્ષ્ય છે. અમદાવાદમાં દર મહિને લગભગ 1,000 મોબાઇલ ફોનની ચોરી થાય છે, જેમાંથી ઘણા પ્રીમિયમ હોય છે. એકવાર ફોન રાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરે છે, ત્યારે ટ્રેકિંગ પડકારજનક બની જાય છે. આ પહેલ પહેલાથી જ પરિણામો બતાવી રહી છે, ક્રાઈમ બ્રાન્ચે આ મહિને 220 ચોરાયેલા ફોન જપ્ત કર્યા છે. આ ફોન ટૂંક સમયમાં તેમના માલિકોને પરત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button