અચાનક અમદાવાદમાં 14 પોલીસ પીઆઈની આંતરિક બદલીનો હુકમ
અમદાવાદ: એકતરફ અમદાવાદ ક્રાઇમ સિટી બની રહ્યું છે. શહેરમાં સતત ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને ધ્યાને લઈને રાજ્યના ગૃહ પ્રધાને પણ બેઠક યોજી હતી. આ બાદ હવે પોલીસમાં અચાનક બદલી કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના 14 PIની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
શહેરમાં કથડી રહી છે સ્થિતિ
અમદાવાદ શહેરમાં સતત ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થયો છે. શહેરમાં હત્યાના બનાવોની વચ્ચે કથડી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહ પ્રધાન દ્વારા પોલીસના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાને ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર બોલાવીને ઠપકો આપ્યો હતો. આ બાદ હવે શહેર પોલીસ કમિશનર દ્વારા આજે 14 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
ચર્ચાઓ બાદ આંતરીક બદલીનો ઓર્ડર
અમદાવાદ પોલીસ કમિશનરે 14 પોલીસ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલીની ચર્ચાએ જોર પકડયું હતુ, પરંતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 14 પોલીસ સ્ટેશનના સ્ટાફને મળશે નવા પીઆઈ. હજી પણ અમદાવાદ શહેરમાં અમુક પોલીસ સ્ટેશનો એવા છે જયા કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફની મહેકમ ખૂટી રહી છે.
Also read: અમદાવાદમાં એસ.જી હાઈવે પર બનશે 5 ફૂટ ઓવરબ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ
અચાનક બદલીથી તર્ક વિતર્ક
પોલીસ કમિશનરના હુકમથી અચાનક 14 પીઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં વટવા, ખાડીયા, અમરાઈવાડી અને બોડકદેવ સહિતના પોલીસ સ્ટેશનના PIની બદલી કરી દેવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI તરીકે SG 2 ટ્રાફિકમાં ફરજ બજાવતા એસ.એ ગોહિલને મૂકવામાં આવ્યા છે. અચાનક બદલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.