Ahmedabad Police: કોન્સ્ટેબલે પરસેવો લૂછવા માટે કેપ ઉતરતા અધિકારીએ રૂ.10નો દંડ ફટકાર્યો
અમદાવાદ: પોલીસકર્મીઓ શિસ્ત ભંગ ના કરે એ માટે વિવિધ પગાલ લેવાતા હોય છે. અમદાવાદના એક પોલીસ અધિકારીએ હવાલદાર પર શિસ્ત ભંગ બદલ નવાઈ પમાડે એવો દંડ આપ્યો હતો. વરિષ્ઠ અધિકારીની હાજરીમાં કોન્સ્ટેબલે ટોપી ન પહેરવા બદલ આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ACP) રૂ. 10નો દંડ ફટકાર્યો હતો.
આ બનાવ સરખેજ પોલીસ સ્ટેશનમાં બની હતી, જ્યાં M ડિવિઝનના ACPની ઓફીસમાં એક કોન્સ્ટેબલે કેપ વગર પ્રવેશ કર્યો હતો, જે બદલ ACPએ કોન્સ્ટેબલ પર દંડ ફટકાર્યો હતો. આ અંગે ખુલાસો આપતા કોન્સ્ટેબલે જણાવ્યું કે તેણે ગરમીને કારણે તેની ટોપી ઉતારી હતી અને હાથમાં રાખી હતી. જો કે, અધિકારીએ, શિસ્ત પાલનનો દાખલો બેસાડવાના ઉદ્દેશ્યથી 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો : ભરૂચના બે વસાવા વચ્ચે તડાફડીઃ એકબીજા પર આક્ષેપોનો મારો, મામલો પોલીસ સ્ટેશનમાં
એક અખબારી અહેવાલ મુજબ સરખેજ પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ ઈકબાલ હુસેન ઈસ્માઈલ કામાર્થે એમ ડિવિઝન એસીપી અતુલ વલંદની ઓફિસમાં ગયા હતા જ્યાં આ ઘટના બની હતી. કોન્સ્ટેબલના ખુલાસા છતાં, એસીપી વાલાંદે જુનિયર અધિકારીઓને તેની સામે પગલાં લેવાનો આદેશ આપ્યો.
આ ઘટના બાદ પોલીસ વિભાગમાં જ સવાલો ઉઠ્યા છે કે પોલીસ વિભાગના ઘણા કર્મચારીઓ શિસ્તનો ભંગ કરે છે, પરંતુ માત્ર અમુક અધિકારીઓ જ આવી કડક કાર્યવાહી કરે છે.
આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, પોલીસ સ્ટેશનોમાં ચર્ચાઓ શરૂ થઈ, કેટલાક યુઝર્સ આ ઘટનાને શિસ્તની આડમાં તાનાશાહી તરીકે ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે અધિકારીના પગલાને અતિશયોક્તિ ગણાવી છે.