આપણું ગુજરાત

MICA સ્ટુડન્ટની હત્યાના આરોપી પોલીસ કોન્સ્ટેબલની પંજાબથી ધરપકડ, પોલીસે આ રીતે પકડી પાડ્યો

અમદાવાદ: ગત રવિવારે રાત્રે આમદાવાદના બોપલ વિસ્તારમાં રોડ પર સ્પીડમાં ગાડી ચલવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ એક શખ્સે એક યુવકની ચાકુ મારીને જાહેરમાં હત્યા (Bopal Road rage and murder case) કરી હતી. મૃતકની ઓળખ MICAના 23 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન તરીકે થઇ હતી. તાપસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો, આરોપીની ઓળખ વીરેન્દ્રસિંહ પઢેરિયા (Virendra Singh Padheriya) તરીકે થઈ હતી, જે પોલીસ વિભાગમાં કોન્સટેબલ છે. અમદાવાદ પોલીસે તેને પકડી પાડ્યો છે.


Also read: ચેન્નાઇની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર પર થયો ચાકુથી હુમલો, હેલ્થકેર પ્રોફેશનલ્સની સુરક્ષાને લઈને ઉભા થયા સવાલ


અમદાવાદ ગ્રામીણ પોલીસે ઘટનાના પ્રત્યક્ષદર્શી પૃથ્વીરાજ મહાપાત્રાની જુબાનીની મદદથી બનાવેલો એક સ્કેચના જાહેર કર્યો હતો. જેના, આધારે આરોપી વીરેન્દ્રસિંહ પઢેરિયા હોવાની ઓળખ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તે સરખેજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો.

પંજાબથી થઇ ધરપકડ: બુધવારે સાંજે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા હત્યા બાદ પંજાબમાં છુપાઈ ગયો હતો. અમદાવાદ સિટી પોલીસની ડિટેક્શન ઑફ ક્રાઈમ બ્રાન્ચ (DCB)ની એક ટીમ અમદાવાદથી પંજાબ રવાના થઇ હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “સરખેજ પોલીસના કોન્સ્ટેબલ પઢેરિયાની પ્રિયાંશુ જૈનની હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. ટીમ તેને લઈને અમદવાદ આવી રહી છે, આ પછી તેને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવશે.”

આ રીતે થઇ આરોપી ઓળખ અને ધરપકડ: અધિકારીઓએ આ કેસમાં આરોપીને શોધવા માટે ત્રણ રીતો અપનાવી હતી. મંગળવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રસારિત કરાયેલા સ્કેચ પરથી ઘણા પોલીસ સ્ટાફે કથિત રીતે પઢેરિયાને ઓળખી કાઢ્યો હતો. CCTV ફૂટેજ મુજબ ઘટનામાં સામેલ કાર રજિસ્ટ્રેશન પ્લેટ વગરની કાળી ટાટા હેરિયર એસયુવી હતી. આ ઉપરાંત પઢેરિયા છેલ્લા બે દિવસથી કામ પરથી કોઈ સ્પષ્ટતા કર્યા વિના ગેરહાજર હતો. રેકોર્ડ્સ તપાસતા જાણવા મળ્યું કે તેણી પાસે આ જ મોડેલની બ્લેક ટાટા હેરિયર એસયુવી છે.


Also read: શાકભાજીના વિક્રેતાઓએ લારીઓ પર નામ લખવું પડશે! આ શહેરમાં લેવાયો નિર્ણય


ત્યારપછી ક્રાઈમ બ્રાન્ચે કારનો રૂટ ટ્રેસ કર્યો, અને કાર પંજાબ ગઈ હોવાનું જાણવા મળ્યું. પંજાબથી આખરે પઢેરિયાની ધરપકડ કરવામાં આવી. તેને બોપલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે, જ્યાં આ કેસમાં FIR દાખલ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button