Ahmedabad પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો, હવે કારમાં લાકડી કે સ્ટીક રાખવો ગુનો નહિ

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જો કારમાંથી લાકડી, બેઝબોલ સહિતની સ્ટીક મળી આવશે તો પોલીસ ગુનો નહીં નોંધી શકે. અત્યાર સુધી પોલીસ GP એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરતી હતી તે અંગે ગુજરાત હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો છે.
પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવેથી કારમાં લાકડી, બેઝબોલ સહિતની સ્ટીક રાખવી કે જોડે લઈને ફરવાથી પોલીસ ગુનો નોંધી નહીં શકે. ગુજરાત હાઇકોર્ટે ગંભીર અવલોકન કર્યું હતું. ત્યાર બાદ પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો છે.
લોકોને રાહત મળશે
પોલીસ કમિશનરના આ જાહેરનામાંથી એવા લોકોને રાહત મળશે જેમની વિરુદ્ધ આ મામલે અગાઉ વિદ્યાર્થીઓ સહિત જે નિર્દોષ લોકો પર GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયો હતો અને આ ગુનો પાસપોર્ટ સહિતની અનેક કાર્યવાહીમાં નડતા હતા એ હવે નહીં થાય.
Also Read –