અમદાવાદમાં પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરેથી મળી આ ઘાતક વસ્તુ, પોલીસ પણ હેરાન રહી ગઈ…

અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડામાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની હતી. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : ગુજરાત પોલીસનું ઐતિહાસિક પગલું, 112 ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની કરી નિમણૂક
ઘટના બાદ પોલીસનો ઉચ્ચ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાંજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં વધુ મોટો ખુલાસો થયો હતો
આરોપી રૂપેન બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. આરોપી રૂપેને પોતાના ઘરમાં બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે આગળ બીજા અન્ય મોટા ખુલાસા થવાની આશંકા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં બે ને ઈજાઃ આ કારણ હોવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા આવી જ ઘટના હિંમતનગરમાં ઘટી હતી, જેમાં બે જણના આ રીતે પાર્સલમાં આવેલી વસ્તુમાં બ્લાસ્ટ થવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના પાછળનું કારણ લગ્નેત્તર સંબંધો હોવાનું પછીથી બહાર આવ્યું હતું.