આપણું ગુજરાત

અમદાવાદ મનપા ચૂંટણી ૨૦૧૫ ચૂંટણી અધિકારીઓએ ₹ ૧૫ કરોડનો હિસાબ આપ્યો નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધી થતી ચૂંટણી બાદ ઉમેદવાર અને રાજકીય પક્ષોએ તેમના ખર્ચનો હિસાબ રજૂ કરવો પડે છે તેવી જ રીતે સરકાર દ્વારા નિયુકત કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓએ પણ તેમને આપવામાં આવેલ રકમનો હિસાબ પણ ચૂંટણી બાદ આપવાનો રહે છે પરંતુ ર૦૧પની સાલમાં થયેલ અમદાવાદ મનપાની ચૂંટણીનો હિસાબ તત્કાલીન ચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. આ બાબતનો ઘટસ્ફોટ રાજય સરકારના ઓડિટ અહેવાલમાં થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મનપાની ઓકટોબર- ર૦૧પમાં ચૂંટણી થઈ હતી તે સમયે ચૂંટણીપંચ દ્વારા ૧પ અધિકારીઓ નિયુકત કરવામાં આવેલા આ અધિકારીઓને ચૂંટણી વિભાગ તરફથી રૂ. રર,૪૪,૪૩,૭૬૪ની રકમ વિવિધ તબકકે આપવામાં આવી હતી પરંતુ ચુંટણી અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ નાણાંમાંથી કુલ રૂ. ૧પ,૭૦,૩૬,૦૧૭નો કોઈપણ હિસાબ આપ્યા ન હતાં. ચૂંટણી આંચારસંહિતા તથા ખર્ચ સંબંધી નિયમો હેઠળ સંબંધિત ચુંટણી અધિકારીઓએ તેમના ખર્ચના હિસાબો ચૂંટણી પૂર્ણ થયા બાદ નિયત સમયમાં ગ્રાંટ ફાળવણી અધિકારીઓને આપવાના રહે છે. આ બાબતની ગંભીર નોંધ રાજય સરકારના લોકલ ફંડ ઓડિટ વિભાગ દ્વારા લેવામાં આવી છે તેમના અહેવાલ મુજબ ચૂંટણી અધિકારીઓએ લાંબા વિલંબ બાદ પણ ખર્ચના હિસાબો રજુ કર્યા નથી જે ખૂબ જ ગંભીર બાબત છે. આ અધિકારીઓએ કયા હેતુસર કયારે અને કઈ એજન્સીઓને કયા પ્રકારની ચુકવણી કરી છે તેના ઓડિટ થઈ શક્યા નથી. મુંબઈ હિસાબ નિયમ સંગ્રહના નિયમની જોગવાઈ અનુસાર ચૂંટણી વિભાગે સરકારની વિવિધ એજન્સીઓ પાસેથી મળતી ગ્રાંટના હિસાબો માટે નિયત નમૂનામાં રજિસ્ટર બનાવવાનું રહે છે પરંતુ ચૂંટણી અધિકારીઓએ હિસાબ આપેલ ન હોવાથી આ રજિસ્ટર તૈયાર થઈ શકયુ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker