Ahmedabad મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી ગણદેવી સુધીનો રૂટ જૂન 2025 સુધી કાર્યરત થશે…

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ(Ahmedabad)એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી ગણદેવા સુધીનો રૂટ જૂન 2025ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. નવો એક્સપ્રેસ હાઈવે કાર્યરત થતાં સુરતથી અમદાવાદનું અંતર માત્ર સાડા ત્રણ કલાકથી પોણા ચાર કલાકમાં કવર થશે. અંકલેશ્વર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના લોકોને મોટો ફાયદો થશે.
61.5 કિલોમીટરના રૂટનું 95 ટકા કામ પૂર્ણ
આ એક્સપ્રેસ-વે પર ભરૂચથી એનાગામ સુધીના 61.5 કિલોમીટરના રૂટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તે ઉપરાંત એના ગામથી નવસારીના ગણદેવી સુધીનું 92 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ જૂન મહિના સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. આ એક્સપ્રેસ વે શરૂ થવાથી અંકલેશ્વર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના લોકોને ફાયદો થશે. આ હાઈવે શરૂ થયા બાદ સુરતથી અમદાવાદનું અંતર માત્ર 3.35થી 3.45 કલાકમાં પૂરું થઈ જશે.
આ પણ વાંચો : નશામાં વાહન ચલાવતા ઝડપાયા તો આવી બન્યું સમજો, ફોટો ઓનલાઈન થઈ જશે અપલોડ
માત્ર 2 કિલોમીટરનું કામ બાકી છે
એક્સપ્રેસ-વેમાં એના ગામથી ગણદેવા સુધીના પેકેજ-7ની વાત કરીએ તો, તેની કુલ લંબાઈ 27.50 કિલોમીટર છે. જેમાંથી 25 કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર 2 કિલોમીટરનું કામ બાકી છે, જે જૂન 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ પેકેજની અંદાજિત કિંમત 3180 કરોડ રૂપિયા છે આ એક્સપ્રેસ-વે પર વાહનવ્યવહાર સરળ બનવાથી વેપાર અને ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.