અમદાવાદઆપણું ગુજરાત

ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના 12 પુલનું કામ પૂર્ણ…

Bullet Train: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂરું થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બુલેટ ટ્રેનની લંબાઈ 508 કિલોમીટર છે.

આ પણ વાંચો : દેશની પ્રથમ Bullet Train બનાવશે આ સરકારી કંપની, મળ્યો રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે, ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબા પુલનું કામ હાલમાં જ પૂરું થયું છે. તેની સાથે જ 12 પુલનું નિર્માણ કાર પૂર્ણ થયું છે. બુલેટ ટ્રેન યોજનામાં ગુજરાતનો 352 કિલોમીટર અને મહારાષ્ટ્રનો 156 કિલોમીટર સામેલ છે. જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા કુલ 12 સ્ટેશન સામેલ છે.

આ પણ વાંચો : Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના સ્ટેશનો સ્થાનિક હેરિટેજને ઉજાગર કરશે, જાણો વિગત

ખરેરા નદીનો પુલ 120 મીટર લંબાઇ ધરાવે છે, જેમાં પ્રત્યેક 40 મીટરના ત્રણ ફુલ-સ્પાન ગર્ડર્સ દ્વારા સપોર્ટેડ છે. આ પુલ વાપી અને બીલીમોરા સ્ટેશનો વચ્ચે આવેલો છે, વાપીથી લગભગ 45 કિલોમીટર અને બીલીમોરાથી 6 કિલોમીટર દૂર છે અને કોરિડોરમાંથી વહેતી નદીઓ પરના નવા ક્રોસિંગ પૈકીનું એક છે.

આ પણ વાંચો : Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો

વાપી-સુરત સાથેના નવ પૂર્ણ થયેલા પુલ ખરેરા, કોલક, પાર, ઔરંગા, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, કાવેરી અને વેંગણિયા નદીઓ પર ફેલાયેલા છે. આ પુલ વલસાડ અને નવસારી સહિતના અનેક જિલ્લાઓને આવરી લે છે. તેમજ, આ સેગમેન્ટની બહાર અન્ય ત્રણ નદી વડોદરા જિલ્લામાં ઢાઢર નદી, ખેડા જિલ્લામાં મોહર નદી અને ખેડા જિલ્લામાં વાત્રક નદી પરના પુલ પૂર્ણ થયા છે.

આ પણ વાંચો : Good News: …તો મુંબઈને મળશે વધુ બે Bullet Train, દેશભરમાં 10 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની PM Modiની યોજના

અમદાવાદથી મુંબઈ માત્ર આટલા કલાકમાં પહોંચી શકાશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 508-કિલોમીટર કોરિડોર ઉદ્દેશ્ય દેશના બે સૌથી મોટા આર્થિક હબને 320 કિમી/ની ટોચની ઝડપ સાથે જોડીને ભારતમાં હાઈ-સ્પીડ રેલ મુસાફરીમાં પરિવર્તન લાવવાનો છે. કોરિડોર પૂરો થયા પછી, મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર લગભગ બે કલાકનું થઈ જશે, હાલ આ અંતર કાપતાં છ થી સાત કલાક જેટલો સમય લાગે છે.

આ પણ વાંચો : Hydrogen Train:ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker