આપણું ગુજરાત

આવતીકાલે અમદાવાદમાં ભૂલથી પણ આ રસ્તાઓ પર નીકળતા નહીં, મોહરમ નિમિત્તે પોલીસે જાહેર કર્યું જાહેરનામું

અમદાવાદ(Ahmedabad)શહેરમાં બુધવારે  તાજિયાનું(Tajiya)જુલૂસ નિકાળવામાં આવશે. તાજિયાના જુલૂસમાં 93 તાજિયા, 24 અખાડા, 78 ઢોલ તાસા પાર્ટીઓ, 24 ટ્રક, 7 ઉંટગાડી, 14 નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ જોડાશે. તાજિયા કમિટીના  ચેરમેન પરવેજ મોમીને જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ વર્ષે પણ  પરંપરાગત રૂટ એટલે કે, ભદ્ર પ્લાઝા વાળા માર્ગથી થઇ ભદ્રકાળી મંદિર થઇ ટેલીગ્રાફ ઓફીસ પાસેથી જૂના એડવાન્સ સિનેમા થઇ વીજળી ઘર પાસે શહેરના બીજા જુલૂસોને મળશે. તાજિયાનું જુલૂસ મોહરમ માસના(Muharram 2024) 10 માં દિવસે નીકાળવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અલગ અલગ માર્ગો પર તાજિયા નીકળવાના હોવાથી અનેક માર્ગ બંધ કરવામાં આવ્યા છે. તેમજ અનેક માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.જે અંગે અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને જાહેરનામું બહાર પાડ્યું છે.

દીનબાઇ ટાવર થઇ ખાનપુર દરવાજા  નદી કિનારે જશે.

અમદાવાદ શહેરના જુદા જુદા તાજિયાઓ પોતાના વિસ્તારોમાંથી મુખ્ય માર્ગ પર આવી ચાર ગ્રુપમાં વહેંચાઇ જાય છે અને ચાર ભવ્ય જુલૂસો વીજળી ધર પાસે ભેગા મળીને એક મોટા સરઘસના રૂપમાં ફેરવાય છે. ત્યાંથી દીનબાઇ ટાવર થઇ ખાનપુર દરવાજા  નદી કિનારે જશે.

જેમાં મુસ્લિમ ધર્મના પયગંબર હજરત મોહમ્મદના દોહિ‌ત્ર હજરત ઇમામ હુસેન તથા તેમના 72  સાથીઓએ માનવતાનાં મૂલ્યોનો બચાવવા વહોરેલી ભવ્ય શહાદતની યાદમાં આસૂરા તથા તાજિયાના જુલૂસ કાઢવામાં આવે છે

કેવી રીતે મોહરમ મનાવાય છે ?

મુસ્લિમો માટે આ  શોક, દુ:ખ અને બલિદાનનો તહેવાર છે. તેથી આ દિવસે લોકો કાળા કપડા પહેરે છે અને કરબલાના યુદ્ધમાં શહીદ થયેલા લોકોની યાદમાં શોક વ્યક્ત કરવા માટે મોહરમ તાજિયા જુલૂસ કાઢે છે. જોકે મોહરમ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. શિયા સમુદાયના લોકો દ્વારા તાજિયા કાઢવામાં આવે છે, મજલિસ વાંચવામાં આવે છે અને દુઃખ વ્યક્ત કરવામાં આવે છે. તેથી સુન્ની સમુદાયના લોકો રોજા રાખે છે અને નમાઝ અદા કરે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button