આપણું ગુજરાત

Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘ મહેર, શહેરીજનોને આકરા ઉકળાટમાંથી રાહત મળી

અમદવાદ: છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને બફારો સહન કર્યા બાદ અમદાવાદીઓને રાહત મળી છે, આજે બપોરથી અમદવાદના ઘણા વિસ્તારમાં વરસાદ(Rain in Ahmedabad) પડી રહ્યો છે, જેને કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ અમદાવાદમાં ખુશનુમા વાતાવરણ છે.

આજે બપોરે શહેરના બોડકદેવ, સિંધુભવન, થલતેજ, વેજલપુર, સેટેલાઈટ, પાલડી, ગોતા, ઈસ્કોન, એસજી હાઈવે, પ્રહલાદનગર, શિવરંજની સહિત અલગ અલગ તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદમાં મેઘરાજા હજુ મન મુકીને નથી વરસ્યા. અમદવાદના લોકો હજુ પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે, જોકે આજે આવેલા વરસાદે અમદાવાદીઓને ગરમીમાંથી રહાત આપી છે.

1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારે વરસાદમાં ડુબ્યું ઘર તો નેતાજીને ગોદમાં ઉઠાવી કારમાં બેસાડ્યા

હવામાન વિભાગે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે માછીમારોને 27 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો