Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં બાળકી પર કપિરાજનો હુમલો, વનવિભાગ સક્રિય
અમદાવાદ : અમદાવાદ શહેરના પુર્વમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં વાનરનો આતંક યથાવત રહ્યો છે. વાનરે બાળકી ઉપર હુમલો કર્યો છે. વાંદરાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું છે. ફોરેસ્ટ વિભાગે સાકાર ગ્રીન સોસાયટીમાંથી એક વાંદરાને પકડયું છે. તેમજ વન વિભાગે વિવિધ ટીમ બનાવીને અલગ અલગ સોસાયટીઓમાં વાનર પકડવાની કામગીરી કરી રહી છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. હજી બે દિવસ પહેલા જ એક કપિરાજને વન વિભાગની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી કપિરાજની શિકાર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ શહેરમાં પણ કપિરાજનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતુ. જેથી કરીને વન વિભાગ દ્વારા તે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી. છેલ્લા 10 દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે 10 લોકોને કપિરાજે બચકાં ભર્યા છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.