ક્રિકેટ મેચ દરમિયાન મેટ્રો આટલા વાગ્યા સુધી દોડશે
અમદાવાદમાં આવેલા નમો સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની પાંચ મેચ રમાનાર છે ત્યારે અહીં પહોંચવાનો એક સરળ રસ્તો અમદાવાદ મેટ્રો છે. આથી મેટ્રો રેલ કોર્પોરેશને આ પાંચ દિવસ દરમિયાન મેટ્રોના સમયમાં ફેરફાર કર્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે નીચેની તારીખો પર સુનિશ્ચિત વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન નીચે આપેલા સમય મુજબ ઉપલબ્ધ રહેશે.
તારીખ મેટ્રો ટ્રેન સેવાઓનો સમય
05-10-2023 સવારે 6:20 કલાકથી મધ્યરાત્રિ 1.00 કલાક સુધી
14-10-2023 સવારે 6:20 કલાકથી મધ્યરાત્રિ 1.00 કલાક સુધી
04-11-2023 સવારે 6:20 કલાકથી મધ્યરાત્રિ 1.00 કલાક સુધી
10-11-2023 સવારે 6:20 કલાકથી મધ્યરાત્રિ 1.00 કલાક સુધી
19-11-2023 સવારે 6:20 કલાકથી મધ્યરાત્રિ 1.00 કલાક સુધી
આ સાથે કોર્પોરેશને જણાવ્યું છે કે રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે. પ્રવેશ દ્વાર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ઉલ્લેખિત તારીખોએ રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ₹50 નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે, તેમ પણ મેટ્રો રેલ કોર્પોરેશને અખબારી યાદીમાં જણાવ્યું હતું.