આપણું ગુજરાત

અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ પૂર્ણતાના આરે: માર્ચ-એપ્રિલમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં મેટ્રો રેલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-મોટેરાથી ગાંધીનગર સેક્શન પ્રોજેક્ટ ફેઝ-૨ પૂર્ણતાને આરે છે. કેબલ સ્ટેડ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન ૧૪૫ મીટર અને એન્ડ સ્પાન ૭૯ છે મીટર અને ૨૮.૧ મીટર ઊંચાઈના બે તોરણ છે. આ તોરણનું કામ અને કુલ ૧૦૫ સેગમેન્ટના વિભાગો રેકોર્ડ સમયમાં પૂર્ણ થયા છે અને બ્રિજનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, જેના પગલે ટ્રેક અને ત્રીજી રેલ વગેરેનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવશે. ફેઝ-૨ પર માર્ચ, એપ્રિલમાં ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની ધારણા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં પૂર્વ-પશ્ર્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન ૧૨ મિનિટના અંતરે સવારે ૭:૦૦ કલાક થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગોની માગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે જે અંતર્ગત ઉપરોક્ત બન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી (એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા) બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં પ્રથમ ટ્રેન સવારે ૬:૨૦ કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન ૬:૪૦ કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના ૭:૦૦ કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ ૧૨ મિનિટના અંતરે કાર્યરત રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…