મેટ્રોના મુસાફરો માટે મહત્વના સમાચાર; આ તારીખથી મળશે થલતેજ ગામ સુધીની મેટ્રો સેવા

અમદાવાદ: અમદાવાદ મેટ્રોની મુસાફરી કરતાં લોકો માટે મહત્વના સમાચાર છે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ સુદ્ધિ મેટ્રો મેટ્રો ટ્રેન સેવાના વિસ્તરણની જાહેરાત કરી છે. આ રવિવારથી વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન હવે થલતેજ ગામ સુધી દોડશે.
રવિવારથી શરૂ થશે સેવા
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હવે અમદાવાદમાં વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેનને થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. થલતેજ ગામ સુધીની મેટ્રો સેવાનો લાભ 8 ડિસેમ્બરથી મુસાફરોને મળશે. થલતેજ ગામની પહેલી ટ્રેન સવારે 6:20થી શરૂ થશે.
Also read:ઉત્તરાયણના પર્વમાં અમદાવાદની મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
વસ્ત્રાલથી થલતેજનો રુટ
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીની મેટ્રો સેવામાં નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલ પાર્ક, એપરલ પાર્ક ડિપો, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિ., ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને હવે થલતેજ ગામ સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટ સુધી દોડતી થશે.
Also read: અમદાવાદીઓને મોટી ભેટ, હવે 2 વાગ્યા સુધી મેટ્રો મળશે
ગાંધીનગર સુધી મેટ્રોની સેવા
શહેરીજનો મેટ્રો સેવાનો લાભ લેતા થાય તે માટે મેટ્રો સેવાને વધુને વધુ સુલભ બવવવામાં આવી રહી છે. ઉતર દક્ષિણ કોરિડોરનું પણ વિસ્તરણ કટરવામાં આવ્યું છે. APMCથી મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી કરી દેવામાં આવી છે. ગુજરાત નેશનલ લો કોલેજથી ગિફ્ટ સિટી સુધી પણ મેટ્રો ટ્રેનનો લાભ મળી રહ્યો છે. હવે મેટ્રોના આગામી પ્રોજેક્ટમાં સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનને લંબાવવાની કામગીરી ચાલી રહી છે.