અમદાવાદ મેટ્રોને વર્લ્ડકપ મેચથી કુલ ₹ ૮૩ લાખની આવક થઈ | મુંબઈ સમાચાર

અમદાવાદ મેટ્રોને વર્લ્ડકપ મેચથી કુલ ₹ ૮૩ લાખની આવક થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વર્લ્ડકપ-૨૦૨૩ અમદાવાદ મેટ્રો રેલને ફળ્યો છે. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની પાંચ મેચથી મેટ્રોને કુલ રૂ. ૮૩ લાખની આવક થઇ છે. મુસાફરોની રીતે સૌથી વધુ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ૧.૧૨ લાખ મુસાફરો નોંધાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વર્લ્ડ કપ દરમિયાન મેટ્રો ટ્રેનને રાત્રે એક વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચ મેચ દરમિયાન મેટ્રોમાં કુલ ૪.૮૧ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેમાં ૧૯મી નવેમ્બર-રવિવારે રમાયેલી ફાઇનલમાં સૌથી વધુ રૂ. ૨૩.૩૮ લાખની આવક થઇ હતી. મેટ્રો ટ્રેનમાં સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ ૬૫ હજારથી ૭૦ હજાર મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. જેની સરખામણીએ વર્લ્ડ કપની કેટલીક મેચ દરમિયાન ૪૦ ટકા જેટલો વધારો નોંધાયો હતો.ઉ

Back to top button