અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક ગયો હાઇ કોર્ટમાં, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક યુવકે તેની માતાની કબર બચાવવા ગુજરાત હાઇ કોર્ટમાં ગયો હતો. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનનો રહેવાસી મોહમ્મદ ઇરશાદ અંસારીએ આ મુદ્દે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેણે તેની માતાની તૂટતી કબર બચાવવા વિનંતી કરી છે. રોડને પહોળો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ દુકાનો અને રહેણાંક મકાનોને તોડવાનું આયોજન કર્યું છે. જેમાં આ કબર પણ આવી રહી છે.
અંસારી 41 અરજીકર્તા પૈકીનો એક છે. આ લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોમતીપુર વિસ્તારમાં હાથીખાના પાસે રોડને પહોળો કરવા ચારતોડા કબ્રસ્તાનની દીવાલની સાથે ટીપી સ્કીમ લાગુ કરવા ઘર અન દુકાનો તોડવા સામે વાંધો ઉઠાવ્યો છે. અંસારીએ કોર્ટમાં એએમસીને તેની માતાની કબર ન તોડવા અપીલ કરી છે.
Also read: ગુજરાત હાઇકોર્ટમાં રોડ -રસ્તા-પાર્કિંગ પર AMCને ફટકાર
અરજીકર્તા અંસારીનું શું કહેવું છે
અંસારીના માતાનું 2020માં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ થયું હતું. અરજીમાં અંસારીએ જણાવ્યું, તેની માતાની કબરને તોડવાથી તેમના પરિવારની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. તે તથા પરિવારના સભ્યો ધાર્મિક પ્રાર્થના કરવા માટે અવારનવાર કબર પર જાય છે. ઉલ્લેખનીય છે કે ચારતોડા કબ્રસ્તાનમાં બે મસ્જિદ, ઘર અને દુકાનો સહિત 241 સ્ટ્રક્ચર છે. જેની માલિકી તથા મેનેજમેન્ટ અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ બોર્ડ પાસે છે. દુકાનો અને ઘરના કબજેદારનો આ જમીન સમિતિની અને તેઓ સમિતિને નિયમિત ભાડું આપતા હોવાનો દાવો છે. અરજીકર્તાએ કહ્યું કે, એએમસી પાસે તેમને કોઈપણ કારણ આપ્યા વગર ખાલી કરાવવાનો અધિકાર નથી.