આપણું ગુજરાત

અમદાવાદના ધારાસભ્યો-કોર્પોરેટરોએ ૮,૫૦૦ કરતાં વધુ બાંકડા માટે માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં નાગરિકોની સુવિધાઓ માટે ધારાસભ્યો અને કોર્પોરેટરોના બજેટમાંથી બાંકડા ફાળવવામાં આવે છે. શહેરના ૪૮ વોર્ડમાં બાંકડા માટે લગભગ ચાર માસ અગાઉ કોર્પોરેટરો તરફથી બજેટ ફાળવવામાં આવ્યું હતું. જેની ટેન્ડર પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટરો તરફથી સમયસર બાંકડા ન મળ્યા હોવાથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ અંગે ખાસ તાકીદ કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્યો-કોર્પોરેટરોએ ૮૫૦૦ કરતાં વધુ બાંકડા માટે માગણી કરી છે. મ્યુનિ. સ્ટેન્ટિંડ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના સાત ઝોનમાં ૧૫૬૯૮ બાંકડા માટે ટેન્ડર બહાર પાડી કામગીરી આપવામાં આવી હતી પરંતુ તે પૈકી માત્ર ૩૦૦ બાંકડાની ડિલિવરી મળી છે. જ્યારે ૧૪૪૪૩ બાંકડાની ડિલિવરી બાકી છે. મનપા ઈજનેર વિભાગ તરફથી સમયસર ઓર્ડર આપવામાં આવ્યા છતાં બાંકડા મળેલ ન હોવાથી કોન્ટ્રાક્ટરોને ઝડપી ડિલિવરી માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના ધારાસભ્યો અને કોર્પોરેટરો તરફથી કુલ ૮૭૪૫ બાંકડાઓની માગણી કરવામાં આવી છે. શહેરમાં એકસરખી ડિઝાઈનના જ બાંકડા મુકાવવામાં આવે તે માટે ટેક્સચર ફિનીશ વિકાસ બાંકડા માટે ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા સપ્ટેમ્બર ૨૦૦૦માં બાંકડા માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે મુજબ જે ફૂટપાથની પહોળાઈ અઢી મીટરથી વધારે હોય તે ફૂટપાથ પર જ બાંકડા મૂકવા તેમજ એક સ્થળે ચારથી વધુ બાંકડા મૂકવા નહીં. નિયમ મુજબ નોન ટીપી રોડ ઉપર બાંકડા મુકી શકાતા નથી તેમ છતાં કોર્પોરેટરો અને ધારાસભ્યો સંબંધ સાચવવા કે વોટ બેન્કને ધ્યાનમાં રાખી તેમની મરજી મુજબ ગમે તે સ્થળે બાંકડા મુકાવતાં હોય છે.

ભૂતકાળમાં સ્ટીલના બાંકડા બનાવવામાં આવ્યા હતા તે સમયે અનેક સ્થળે નાગરિકોએ તેમના ઘરમાં બાંકડાના હિંચકા બનાવીને તેનો ઉપયોગ કર્યો હોવાના પણ કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે એકાદ બે કિસ્સામાં તો અમદાવાદ શહેરની બહાર પણ કોર્પોરેટરોના નામ લખેલા બાંકડા જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…