આપણું ગુજરાત

અમદાવાદમાં આજથી થશે Kankaria Carnivalનો શુભારંભ, આટલા કરોડનો વીમો ઉતરાવ્યો

અમદાવાદ : ગુજરાતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે તે અમદાવાદમાં એક સપ્તાહ ચાલનારા કાંકરિયા કાર્નિવલનો(Kankaria Carnival)આજથી શુભારંભ થશે.

Ahmedabad Kankaria Carnival started today crores Rupees insurance taken

જેમાં એક સપ્તાહ સુધી સાંસ્કૃતિક અને મનોરંજનનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમવાર ડ્રોન અને હ્યુમન પાયરો શો તેમજ અંડર વોટર ડાન્સ જોવા મળશે.

સાંજે 7 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન

કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન સાંજે 7 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. તેમજ કાંકરિયા કાર્નિવલ માટે કોર્પોરેશને રૂપિયા 5.045 કરોડનો વીમો ઉતરાવ્યો છે. એક અંદાજ મુજબ કાંકરિયા કાર્નિવલ આ વર્ષે 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થામાં 1300 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

Ahmedabad Kankaria Carnival started today crores Rupees insurance taken

સંગીતકાર, હાસ્ય કલાકાર મનોરંજન કરાવશે

અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 868 કરોડના કામોનું પણ તેમના દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિકસિત ભારતની થીમ પર હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. સાઉન્ડ શો, લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવેલ છે.

Ahmedabad Kankaria Carnival started today crores Rupees insurance taken

લોકડાયરો, બોલિવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જાણીતા સંગીતકાર, હાસ્ય કલાકાર મનોરંજન કરાવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 25 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે આયોજિત કાંકરિયા કાર્નિવલ નો શુભારંભ 25 મી ડિસેમ્બરે સાંજે થશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button