અમદાવાદના જ્વેલરી શોપમાં ધોળા દિવસે લૂંટ, દુકાનદારે પહેલો ચેન પણ લુંટી ગયા
અમદાવાદ: શહેરમાં ગઈ કાલે એક જ્વેલરી શોપમાં ધોળા દિવસે લુંટની ઘટના(Robbery in Ahmedabad) બની હતી, ગાંધી રોડ(Gandhi Road) પર આવેલી એક જ્વેલરી શોપમાં લુંટારૂએ બંદૂકની અણીએ દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ગાંધી રોડ સ્થિત ફટાસની પોળમાં આવેલી સોની હિંમતલાલ શંકરલાલજી નામની જ્વેલરી શોપમાં મંગળવારે બપોરે 3 વાગ્યાના સુમારે લૂંટારુઓ હથિયાર સાથે ઘુસી આવ્યા હતા. આ ઘટનામાં શોપના માલિક વિકાસ સોનીને પગમાં ગોળી વાગી હતી.
આ પણ વાંચો : Ahmedabad માં યુવતીના પોલીસના કડવા અનુભવના આક્ષેપ સામે પોલીસે કર્યો આ ખુલાસો
લુંટારૂ દુકાન માલિકના ગળામાં પહેરેલી સોનાની ચેઈન સહિત દુકાનમાં હાજર સોના-ચાંદીની ચીજવસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોં પર કેપ અને રૂમાલ બાંધેલો લૂંટારૂ દુકાનદારનું ગળું દબાવીને એક રાઉન્ડ ફાયરિંગ કરે છે.
પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે લૂંટારાને પકડવા માટે તપાસ શરૂ કરી છે.