અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad: ટ્રેન મુસાફરો કૃપયા ધ્યાન આપો! એન્જિનિયરિંગ કામને લીધે આ ટ્રેનો થશે પ્રભાવિત…

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ ચાલી રહ્યું છે, જેથી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જો તમે અમદાવાદથી વડોદરા, આણંદ તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આપના માટે આ ખૂબ મહત્વના સમાચાર છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે મંત્રીઓને જવાબદારી સોંપી…

અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે બ્લોકના કારણે કેટલીક પેસેન્જર-મેમૂ ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

સંપૂર્ણ રદ્દ ટ્રેન

  1. ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી રદ રહેશે.

આંશિક રૂપે રદ ટ્રેનો

  1. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી આંશિક રદ રહેશે.
  2. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદ અને આણંદ વચ્ચે તારીખ 14.12.2024 થી 12.01.2025 સુધી આંશિક રદ રહેશે.
  3. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી આંશિક રદ રહેશે.
  4. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

6 મહિનામાં રેલવેએ જોડ્યા નવા વધારાના ડબ્બા

રેલવે જનરલ ડબ્બાઓમાં વધતી માંગને પૂરી કરવા માટે એક સ્પેશિયલ મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આ નાણાંકિય વર્ષમાં 1914 કોચ પહેલેથી જોડાવામાં આવી ચુક્યા છે, જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ છે, જેનો લાભ લગભગ 72 લાખ યાત્રીઓને મળશે. પશ્ચિમ રેલવે દ્વારા જુલાઈથી ડિસેમ્બર સુધી 78 જોડી ટ્રેનોમાં જનરલ કોચ ના લગભગ 150 નવા વધારાના ડબ્બા જોડવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button