10 મે ના રોજ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 07314/07313 અમદાવાદ-હુબલ્લી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ)
ટ્રેન નંબર 07314 અમદાવાદ-હુબલ્લી સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 10 મે 2024ના રોજ 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે હુબલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 07313 હુબલ્લી-અમદાવાદ સ્પેશિયલ ગુરુવાર, 09 મે 2024 ના રોજ હુબલ્લી થી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે અમદાવાદ પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સાતારા, કરાડ, સાંગલી, મિરજ, બેલગાવી, લોંડા અને ધારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી ઈકોનોમી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 07314 નું બુકિંગ 09 મે 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.