આપણું ગુજરાત

અમદાવાદીઓ ધૂળ ખંખેરજો: ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ કાયદો ફરજિયાત થઈ શકે છે !

ગુજરાત હાઈકોર્ટે એક જનહિત યાચિકાના જવાબમાં અવલોકન કરતાં કહ્યું છે કે, અમદાવાદમા કોઈ હેલ્મેટ પહેરતું નથી. હેલ્મેટ પહેરવાનો અમલ ફરજિયાત કરાવવામાં આવે. સતાધીશોને નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટે ઉમેર્યું કે આગામી 15 દિવસમાં ટૂ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ પહેરવાનો અમલ ફરજિયાત રીતે કરાવવામાં આવે. શહેરમાં ટ્રાફિક અને રોંગ સાઇડ આવતાં વાહનોને કંટ્રોલ કરવામાં આવે. આ ઉપરાંત નેશનલ હાઇવે ખાસ કરીને એસ.જી હાઇવે ઉપર એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર અકસ્માત અને વધુ અકસ્માતનાં સ્થળો ઉપર વોચ રાખીને નિવારક પગલાં લેવામાં આવે. જ્યાં વધુ ટ્રાફિક થતો હોય તેવા એરિયામાં ટ્રાફિક- પોલીસ દ્વારા સવાર-સાંજ કામ કરવામાં આવે. રોંગ સાઇડ આવતાં વાહનોને દંડ કરાય તેમજ સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે.

આ પણ વાંચો : કમાણી ન હોય તો પણ પૂર્વ પત્નીને ભરણપોષણ આપવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટના ચીફ જજે એક જનહિત યાચિકા સંદર્ભે અવલોકન કરતાં નોંધ્યું કે, અમદાવાદમાં કોઈ હેલ્મેટ પહેરતું નથી. હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવા માટે ઓથોરિટી શું પગલાં ભરશે? કોર્ટે જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં ટૂ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરો. ટ્રાફિક અને રોંગ સાઈડ આવતાં વાહનોને કંટ્રોલ કરો.

હાઇકોર્ટમાં આપેલી અરજીને અરજદારે બે ભાગમાં વહેચી હતી. જેમાં એક ભાગમાં એસજી હાઇવે ઉપર રોડની ડિઝાઈન, ટ્રાફિક સમસ્યા, અકસ્માત નિવારણ માટે સૂચનો આપે. એસજી હાઇવે ઉપર સમયાંતરે ચેકિંગ કરીને રિપોર્ટ આપવામાં આવે. અરજદારે વધુમાં ઉમેર્યું કે અમદાવાદમાં ટ્રાફિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક નિયમોનું પાલન ના થતું હોય એ વગેરે બાબતો આ જાહેરહિતની અરજીનો વિષય છે. ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા, હેલ્મેટ વગર જતા ટૂ-વ્હીલર ચાલકો, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને સતત ચેકિંગ કરવામાં આવે. ઝિબ્રા ક્રોસિંગને યોગ્ય સમયે ફરી પેઇન્ટ કરવામાં આવે. દર 6 મહિને એસજી હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચેકિંગ કરવામાં આવે. એસજી હાઇવે ઉપર તમામ સ્ટ્રીટલાઈટ ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સર્વિસ રોડ પણ યોગ્ય લાઈટવાળા હોવા જોઈએ. એસજી હાઇવે ક્રોસ કરવા રાહદારીઓ માટે ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવે.

અરજદારે જનહિત યાચિકાના બીજા ભાગમાં અમદાવાદમા બનતા ફ્લાય-ઑવર બ્રિજનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજ બનાવાનું એક આયોજન મહાપાલિકાનું હતું અરજદાર અરજીમાં ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઇસ્કોન સર્કલ પાસે રોડ ઉપર AMTS અને ST બસો ઊભી હોય છે. અહીં GSRTCનું ટિકિટ કાઉન્ટર છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે જો પોલીસમાં એક વર્ષથી ભરતી નથી કરવામાં આવી તો ટ્રાફિક-પોલીસમાં પણ ભરતી નહિ જ થઈ હોય! અમદાવાદમાં વધુ અકસ્માતો થાય છે, જેથી રોડ અકસ્માતના ડેટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. રોડના પ્લાનિંગમાં ફોલ્ટ લાગી રહ્યો છે, યોગ્ય પ્લાનિંગની જરૂર છે. AMC શેના આધારે કોઈ રોડ ઉપર ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરે છે? ઓથોરિટીએ જણાવ્યું હતું કે એ રોડ ઉપરના ટ્રાફિક ડેટાને આધારે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવે છે. કોર્ટે કટાક્ષ કર્યો હતો કે શું આ ઓફિસમાં બેસીને નક્કી કરવામાં આવે છે કે પછી કોઈ નિષ્ણાતની સલાહ લેવામાં આવે છે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button