અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદ GST ફ્રોડ કેસમાં આરોપીઓની સંખ્યા આઠ પર પહોચી…

અમદાવાદઃ અમદાવાદમાં કરોડો રૂપિયાના GST કૌભાંડના કેસમાં ક્રાઈમ બ્રાન્ચન દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રવિવારે નકલી કંપનીઓ બનાવીને GSTની છેતરપિંડી આચરવાના કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પત્રકાર મહેશ લાંગા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવતા આરોપીઓની સંખ્યા હવે આઠ થઈ ગઈ છે.

ક્રાઇમ બ્રાન્ચે આપી માહિતી:
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ ધ્રુવી એન્ટરપ્રાઈઝ કંપની સાથે સંકળાયેલા છે. જેમાં ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈનો સમાવેશ થાય છે. તે પૈકી ભાવનગરમાં રહેતા ઈરફાન જેઠવા ધ્રુવી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર છે. ફૈઝલ ​​શેખ પણ ભાવનગરનો રહેવાસી છે અને તેણે આ કંપનીની ફાઇલ ફોરવર્ડ કરી હતી. જીગ્નેશ દેસાઈ પણ ભાવનગરમાં રહે છે. તે ધ્રુવી એન્ટરપ્રાઇઝનું બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. આ કેસમાં રાજકોટ જિલ્લાના ગોંડલના રહેવાસી પરેશ ડોડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે, જે એક નકલી કંપની પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝનો માલિક છે.

રાજ્યના 13 સ્થળોએ દરોડા પાડ્યા:
ક્રાઈમ બ્રાન્ચે 8મી ઓક્ટોબરે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ GST ડિરેક્ટોરેટ પાસેથી મળેલી ફરિયાદના આધારે અમદાવાદ સહિત રાજ્યભરમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં અંદાજે 200 નકલી કંપનીઓ બનાવીને ટેક્સની ઉચાપત કરીને સરકાર સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ એજાઝ માલદાર, અબ્દુલ કાદર, મહેશ લાંગા અને જ્યોતિષ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ (પોલીસ કસ્ટડી) પર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button