આપણું ગુજરાત

Ahmedabad માં બાવીસ બિલ્ડિંગમાં પોડીયમ પાર્કિંગને કોર્પોરેશનની મંજૂરી, પાર્કિગની સમસ્યા હળવી બનશે

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)શહેરના વિકાસની સાથે વાહન પાર્કિંગ કરવાની સમસ્યા વકરી રહી છે. ત્યારે વાહન પાર્કિંગની સમસ્યા હળવી કરવા અમદાવાદમાં 25 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતા 22 બિલ્ડિંગમાં પોડીયમ ફલોર પાર્કિંગના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. પોડીયમ ફલોરના બાંધકામથી ગ્રાઉન્ડ ફલોરથી ઉપરના લેવલે વાહન પાર્ક કરવાની સુવિધા આપી શકાય છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 12 પોડીયમ પાર્કિંગને મંજૂરી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમા આવેલા પાંચ ઝોનમાં કુલ મળીને 22 બિલ્ડિંગમાં પોડીયમ ફલોર પાર્કિંગના બાંધકામ અંગે મ્યુનિસિપલ તંત્રની મંજૂરી માંગવામા આવી હતી. જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 12 ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનના ચાર બિલ્ડિંગને પોડીયમ ફલોર માટે મંજૂરી આપવામા આવી હતી.

ઓનરોડ દબાણરૂપ થતા વાહન પાર્કિંગમાં ઘટાડો

પશ્ચિમ ઝોનમાં ત્રણ ઉપરાંત પૂર્વઝોનમાં બે તથા દક્ષિણઝોનમાં એક બિલ્ડિંગ માટે પોડીયમ ફલોરની મંજૂરી આપવામા આવી હતી. બેઝમેન્ટની જગ્યાએ પોડીયમના બાંધકામથી ગ્રાઉન્ડ ફલોરથી ઉપરના લેવલે પાર્કીંગની ફેસીલીટી મળવાથી ઓનરોડ દબાણરૂપ થતા વાહન પાર્કિંગમાં ઘટાડો થાય છે. એક કરતા વધારે લેવલ ઉપર પાર્કીંગ દર્શાવી શકાય છે. આગામી સમયમાં વધુ આ પ્રકારે પોડીયમ ફલોરને મંજૂરી આપવામા આવે એવી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button