અમદાવાદઆપણું ગુજરાત

Ahmadabad માં ઓનલાઇન ફૂડ પાર્સલમાં છાશને બદલે ફિનાઇલ સર્વ કરાયું, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ : ગુજરાતમાં ખાણીપીણીમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક મળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ઓનલાઈન ફૂડમાં પણ મરેલા જીવજંતુઓ પણ મળી આવ્યા છે. તેવા સમયે અમદાવાદ(Ahmadabad) શહેરમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન જમવાનું મંગાવનાર વ્યક્તિને છાશના બદલે બોટલમાં ફિનાઈલ પહોંચ્યું હતું. જે પીધા બાદ ગ્રાહકની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સની તપાસ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સાયન્સ સિટીમાં આવેલી એક આઇટી કંપનીમાં નોકરી કરતી યુવતી ઓફિસમાં લંચ લઇને ન આવી હોવાથી તેના પતિએ ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યો હતો. લંચ માટે દાલફ્રાય, જીરા રાઇસ અને છાશનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. યુવતીએ જમતા સમયે છાશ પીધી હતી. જેના બાદ તેને તરત જ ગળા અને છાતીના ભાગે બળતરા શરૂ થઇ હતી.

બોડકદેવ પોલીસને જાણ કરવામાં આવી

તબિયત બગડતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યા તપાસ દરમિયાન યુવતીએ છાશ નહીં, પરંતુ ફિનાઇલ પીધા બાદ તબિયત બગડી હોવાનુ ડોક્ટરે જણાવ્યુ હતુ. છાશની જગ્યાએ ફિનાઇલ આપવામાં આવ્યું હોવાનું સામે આવતાં આ અંગે બોડકદેવ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવતીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

આ સાથે જ એવી શંકા વ્યક્ત કરવમાં આવી રહી છે કે, હોટલ કર્મીએ બોટલમાં છાશ સમજીને ફિનાઇલ ભરી દીધું હોઇ શકે છે. આ મામલે પોલીસે હોટલના કિચનના સીસીટીવી તપાસવાની તજવીજ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button