ACB Trap: અમદાવાદના ફાયર ઓફિસર રૂપિયા 65 હજાર લાંચ લેતા ઝડપાયા

*Latest Ahmedabad News:* એસીબી દ્વારા લાંચિયા (acb news) લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના ફાયર ઓફિસર (fire officer) ઇનાયત શેખ રૂ. 65 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ફાયર સેફટીની (fire safety) એનઓસીને (noc) લઈ તેમણે લાંચ માંગી હતી પરંતુ તેઓ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિગત મુજબ, ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. ફરિયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનું કન્સલ્ટીંગનુ કામ રાખ્યું હતું. જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી આક્ષેપિતની કચેરી ખાતે મોકલી આપી હતી. ફાયર એન.ઓ.સી. આશરે ત્રણ મહિના સુધી ના મળતા આ કામના ફરિયાદી આક્ષેપિતને તેઓની કચેરી ખાતે રૂબરૂમાં મળતા આક્ષેપિતે ફાયર એન.ઓ.સી. આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચના નાણા આપ્યા નહોતા. જે બાદ ફરિયાદીને ફાયર એનઓસી મળી ગઈ હતી.
Also read:ડાંગમાં TDO એસીબીની છટકામાં ઝડપાયા, બિલમાં સહી કરવા માંગ્યા હતા રૂ.6000…
આ પછી કામના આક્ષેપિતે ફરિયાદીને રૂબરૂમાં મળી તેમને આપવામાં આવેલી ફાયર એન.ઓ.સી. ના વ્યવહારના રૂ.૮૦,૦૦૦ નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ગર્ભિત ધમકી આપીને ફરિયાદી પાસેથી જે તે દિવસે રૂ. ૧૫,૦૦૦ લઇ લીધી હતી. તેમજ બાકીના રૂ.૬૫,૦૦૦ ની અવાર નવાર માંગણી કરતા હતા. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બે રાજય સેવક પંચોને સાથે રાખી સરકારી ઓડીયો રેકોર્ડરનો ઉપયોગ કરી આજે તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ ગઠવેલા લાંચના છટકામાં આક્ષેપિત ફરિયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૬૫,૦૦૦ સ્વીકારતા રંગેહાથ પકડાયા હતા.
ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો. ઉપરાંત એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર જાણ કરી શકો છો. જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો, ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.