આપણું ગુજરાત

Ahmedabad શહેરમાં રોગચાળો વકર્યો, કોર્પોરેશનની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ચોમાસામાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેકશન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફેઇડના કેસ વધી રહ્યા છે. જેમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરમાં સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

10,000થી વધુ OPDના કેસો નોંધાયા

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં 26મી જુલાઈ સુધીમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઈફેઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના 25,000થી વધુ દર્દીઓ સારવાર લીધી છે અને 10,000થી વધુ OPDના કેસો નોંધાયા છે.

ઝાડા-ઊલટી, ટાઇફેઇડ સહિતના કેસો

બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. આ હોસ્પિટલ ખાતે ઓરી, અછબડાં, ગાલ પચોડિયા સહિતના કેસો વધારે જોવા મળ્યા છે. ઝાડા-ઊલટી, ટાઇફેઇડ સહિતના કેસો સામે વધારે આવી રહ્યા છે.

11 અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર

શહેરના સાતે ઝોનમાં 11 અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જનરલ OPDની સારવાર આપવામાં આવી છે. આ CHCમાં 2,41,150 જનરલ OPD સહિત કુલ 6,36,934 OPDની સારવાર અપવામાં આવી છે. જ્યારે CHCમાં 5,28,096 લેબોરેટરી ટેસ્ટ કરાયા છે અને 12,209 દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button