અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad માં L.D. કોલેજ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એલ.ડી. કોલેજની હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીનો(Student)રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે સમગ્ર હોસ્ટેલ બ્લોકમાં અલગ અલગ પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે. આ અંગે હોસ્ટેલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પુરાવા એકત્ર કરવાનું કામ શરૂ કર્યું છે. તેમજ આ હત્યા છે કે આત્મ હત્યા તે અંગે તપાસ પણ શરૂ કરી છે. પોલીસને ઘટના સ્થળેથી વિદ્યાર્થી પાસે બ્લેડ પણ મળી આવી છે. જેના પગલે પોલીસે એફએસએલની ટીમ પણ બોલાવી છે. જે સમગ્ર ઘટનાની તપાસ કરીને પોલીસને રિપોર્ટ આપશે.

વિદ્યાર્થીના મિત્ર-વર્તુળની પણ પૂછપરછ

જો કે આ ઘટનાના પગલે સમગ્ર હોસ્ટેલમાં વિદ્યાર્થીઓમાં શોકની લાગણી જોવા મળી છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જેમાં વિદ્યાર્થીનું નામ, તેનું મૂળવતન અને તેના પરિવારના સભ્યોને જાણ કરીને બોલાવવાની તજવીજ શરૂ કરી છે. તેમજ આ વિદ્યાર્થી પાસે રૂમમાં રહેતા અને તેના મિત્ર -વર્તુળની પણ પૂછપરછ કરવામા આવશે. તેમજ વિદ્યાર્થીના મોબાઇલ ફોન અને તેના સામાનની પણ તપાસ કરાશે. જેના આધારે પોલીસે આ વિદ્યાર્થીની હત્યા થઈ છે આત્મ હત્યા તેના રહસ્ય પરથી પરદો ઊચકી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button